/connect-gujarat/media/post_banners/5f2ac19e528b010adeae5ee8ab920c16a12bcba505eada011be8e7fe13d89ea8.jpg)
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તાપી જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડ લાઇનનો છડેચોક ભંગ કરતો વિડિઓ વાઇરલ થયો હતો, જે બાબત પોલીસને ધ્યાને આવતા પોલીસે ત્રણ વિરુદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોનાએ હાલ દેશ દુનિયાને હચમચાવી નાખ્યું છે ત્યારે હજુ ઘણા એવા લોકો છે તે આ મહામારીની ગંભીરતા સમજતા નથી અથવા તો સમજવા માંગતા નથી આવા જ દ્રશ્યો તાપી જીલ્લામાં જોવા મળ્યા છે. ડોલવણના પાટી ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેન ગામીતના દિયરના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં યોજાયેલ ડીજે પાર્ટીમાં છડેચોક કોરોના ગાઈડલાઈનનો ભંગ દેખાઈ રહ્યો હતો. જે બાબતનો વિડિઓ શોશ્યલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણ આયોજકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.