Connect Gujarat
ગુજરાત

તાપી : હર ઘર તિરંગા અભિયાનમાં છીંડીયા ગામની બહેનોનું યોગદાન, રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વાંસની સ્ટીકના મળ્યા 5 લાખના ઓર્ડર

વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકીનાં એક દેશ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે "હર ઘર તિરંગા અભિયાન" શરૂ કર્યુ છે.

X

વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકીનાં એક દેશ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે "હર ઘર તિરંગા અભિયાન" શરૂ કર્યુ છે. આ અભિયાનમાં રાજ્યના આંતરીયાળ એવા તાપી જિલ્લાની છિંડિયા ગામની બહેનો કેવી રીતે આપી રહી છે યોગદાન જોઈએ વિશેષ અહેવાલમાં..

દેશવાસીઓ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના અમૂલ્ય અવસરને અનેક રીતે વધાવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાની આ બહેનો અને ભાઈ પણ પોતાનું યોગદાન આપવા ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. "હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પાંચ લાખથી વધુ વાંસ સ્ટીકનો જે ઓર્ડર મળ્યો છે એ પડકરને ગામના લોકોએ ઝીલી લીધો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાથી માત્ર 5 કિ..મી.ના અંતરે આવેલું છિંડિયા ગામ વાંસની ચીજ-વસ્તુઓ કલા માટે પ્રખ્યાત છે. ત્યારે અહીંયા કલાકારો પોતાની કલાના માધ્યમ થકી "હર ઘર તિરંગા અભિયાન" માં પ્રદાન આપી રહ્યા છે. અહીંયા સમુદાયનો વિકાસ માટે જંગલ વિસ્તારના ગામોમાં જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી બનાવીને દર વર્ષે જંગલોમાંથી નિઃશુલ્ક વાંસ પુરા પાડવામાં આવે છે જેમાં ગત વર્ષે 3.5 લાખ વાંસ રોજગારી માટે વિતરણ કરાયા હતા. 5 લાખ વાંસની સ્ટીકના ઓર્ડરને પહોંચી વળવા છીંડિયા ગામની બહેનો કટીબદ્ધ છે.

આ અભિયાનમાં મદાવ ગામના બામ્બુ વાંસની આખી જાળ વેચી અને તેમાંથી પૈસા મળ્યા છે અને સ્થાનિકોને લાભ મળ્યો છે. આમ, હર ઘર તિરંગા અભિયાનના પરિણામે લોકોમાં રાષ્ટ્રભાવના તો જાગૃત થશે જ સાથે આ સખીમંડળની બહેનોને રોજગારી પણ મળશે.

Next Story