Connect Gujarat
ગુજરાત

તાપી : જો, એક સાથે કોરોનાના 100 દર્દીઓ પણ આવે તો કોઈ સમસ્યા નહીં સર્જાય, જુઓ કેવી છે તંત્રની કામગીરી..!

હાલ ચીનમાં હચમચાવી રહેલ કોવિડના નવા વેરિયન્ટને પહોચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.

X

હાલ ચીનમાં હચમચાવી રહેલ કોવિડના નવા વેરિયન્ટને પહોચી વળવા તાપી જિલ્લા વહીવટી તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. એક સાથે જો 100 દર્દી આવે તો પણ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હોસ્પિટલમાં ઓક્સિઝનના 220 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

સમગ્ર વિશ્વ ફલક પર કોરોનાના નવા વેરિયન્ટે માથું ઉંચકતા કેંદ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે, ત્યારે સંભવિત કોવિડના નવા વેરિયન્ટને પહોચી વળવા માટે તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પીટલ સજ્જ થઈ છે. કોરોના સંક્રમણને પહોચી વળવા તાપી જિલ્લા જનરલ હોસ્પીટલના CDMO ડો. નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું કે, વ્યારા જનરલ હોસ્પીટલમાં 220 જેટલાં ઓક્સિજનના બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે 180 વેન્ટિલેટરની સુવિધા સહિત એક સાથે જો કોવિડના 100 દર્દીઓ આવી જાય તો તેમના માટે દવાનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. સાથે જ હોસ્પીટલમાં 1000 LPMનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે.

Next Story