તાપી : ઓનલાઇન પરીક્ષા પણ નેટવર્કના ધાંધિયા, વ્યારામાં વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી તરફથી લેવામાં આવી રહેલી ઓનલાઇન પરીક્ષા દરમિયાન નેટવર્કના ધાંધિયાથી છાત્રો તોબા પોકારી ઉઠયાં છે

New Update
તાપી : ઓનલાઇન પરીક્ષા પણ નેટવર્કના ધાંધિયા, વ્યારામાં વિદ્યાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી તરફથી લેવામાં આવી રહેલી ઓનલાઇન પરીક્ષા દરમિયાન નેટવર્કના ધાંધિયાથી છાત્રો તોબા પોકારી ઉઠયાં છે. વ્યારામાં આવેલી કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી જયાં નેટવર્ક આવતું હોય તેવા સ્થળે પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી કરી છે.

વિકાસશીલ ગુજરાતના અંતરિયાળ ગામડાઓ હજી વિકાસથી વંચિત છે. રાજયમાં દાવા વિકાસના થઇ રહયાં છે પણ વાસ્તવિકતા હજી અલગ છે. રાજયના અમુક વિસ્તારોમાં વિકાસની ચકાચોંધ છે તો અમુક વિસ્તારોમાં વિકાસ ડોકાયો સુધ્ધા નથી. સાંપ્રત સમયમાં કોમ્પયુટર, મોબાઇલ અને ઇન્ટરનેટની બોલબાલા છે ત્યારે દરેક ક્ષેત્રમાં હવે ઓનલાઇનનું ચલણ વધ્યું છે. શાળાઓ તથા કોલેજોમાં પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવામાં આવી રહી છે. ઓનલાઇન કામગીરી માટે સૌથી વધારે જરૂર પડતી હોય છે. મોબાઇલ ફોનના નેટવર્ક અને ઝડપી ઇન્ટરનેટની પણ મોટાભાગના સ્થળોએ નેટવર્કના ધાંધિયા જ હોય છે. હાલમાં તાપી જિલ્લામાં 25મી નવેમ્બરથી કોલેજમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. આશરે 1,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયાં છે પણ કોલેજમાં નેટવર્ક ની અસુવિધાને કારણે વિદ્યાર્થીઓને ભારે અગવડતા પડી રહી છે. વ્યારામાં એનએસયુઆઇના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ નારેબાજી કરી હતી અને જે સ્થળે નેટવર્ક હોય તેવા સ્થળે પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી છે.

Latest Stories