/connect-gujarat/media/post_banners/fb5bc9f49ebd9feda6c6d4928b7aa5001f8c228aeae575452bb4893053aa5682.jpg)
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં થયેલ ચકચારીત બિલ્ડર નિશિષ શાહ હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી અને મૃતક બિલ્ડરનો સાળો વિજય પટેલ નામદાર કોર્ટેમાં હાજર થતા વ્યારા પોલીસે કસ્ટડી મેળવી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લામાં વ્યારા શહેરના વૃંદાવાડી વિસ્તાર નજીક ગત તારીખ 14 મેંના રોજ શહેરના બિલ્ડર નિશિષ શાહની તલવારના ઘા મારી જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. જેમાં હત્યા કરનાર સુરતના 4 આરોપીને ગત દિવસોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ હત્યાની સોપારી આપનાર નવીન ખતીકને પણ પોલીસે દબોચી લીધો હતો. આ હત્યા પ્રકરણમાં પોલીસે હત્યાને અંજામ આપનાર અને સોપારી આપનાર આરોપી સહિત આશરો આપનાર લાલુ જાલિમ નામના આરોપી સહિત ગત દિવસોમાં પોલીસે 8 આરોપીને ઝડપી પાડ્યા હતા અને આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે મૃતકનો સાળો અને વેપાર ધંધા સાથે સંકળાયેલા વિજય પટેલનું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો, જેમાં વિજય પટેલ ગતરોજ નામદાર કોર્ટ વ્યારામાં હાજર થતા પોલીસે કોવિડ ગાઈડલાઈન મુજબ આજે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.