/connect-gujarat/media/post_banners/0541930885c98e487a4b6aa2a6611d7bde1b3e4c613b3dbe826125835957767d.jpg)
સમગ્ર રાજ્યમાં આજથી રોડ રસ્તાના સમારકામનું રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં તાપી જિલ્લામાં માત્ર 10 ફરિયાદ માર્ગ મરામતની મળતા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોમાસા ની સીઝન દરમિયાન સમગ્ર રાજ્યમાં રોડ રસ્તાની હાલત ખરાબ થતા નવા મંત્રી મંડળ દ્વારા માર્ગ મરામત અભિયાન આજે તારીખ પહેલી ઓક્ટોબરથી શરૂ કરવા માં આવ્યું છે જેમાં તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગને જિલ્લા માંથી ખરાબ રસ્તાની માત્ર 10 ફરિયાદ જ મળી છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછી કહી શકાય તેમ છે જેને લઈ કામગીરી શરૂ કરવા માં આવી છે ઉલ્લેખનિય છે કે તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના હસ્તકનો આશરે 500 કિલોમીટર નો માર્ગ આવેલ છે જે પૈકી માત્ર 17 કિલોમીટરના માર્ગ ની ફરિયાદ મળતા મરામત ની કામગીરી શરૂ કરવા માં આવતા વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે