Connect Gujarat
ગુજરાત

તાપી: દેશનો પ્રથમ "સહકારથી સમૃદ્ધિ"કાર્યક્રમ બાજીપુરામાં યોજાયો અમિત શાહ રહ્યા ઉપસ્થિત

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

X

તાપી જિલ્લાના બાજીપુરા ખાતે કેન્દ્રિય પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સહકારથી સમૃધ્ધિ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના બાજીપુરા ખાતે 'સહકારથી સમૃધ્ધિ' સંમેલન યોજાયુ હતુ. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનું 75મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃધ્ધિ આવી છે. ગૃહમંત્રી અમિત શાહે પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રલાય વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. અમિત શાહે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. ઐતિહાસિક સંમેલન તાપી ભૂમિ પર યોજાયું છે. આ કાર્યક્રમ સહકારી માળખું કેટલુ મજબૂત થયું છે તેની સાક્ષી મળે છે. આ વર્ષ આઝાદીના અમૃત મહોત્સવનું છે. વડાપ્રધાનની દુનિયાભરમાં ખ્યાતિ છે. તેઓ આ મહોત્સવને અલગ અંદાજથી જોઈ રહ્યાં છે. અનેક શહીદો, સ્વાતંત્ર્યવીરોને યાદ કરવાનો મહોત્સવ કર્યો અને તેમના ત્યાગથી દેશની યુવા પેઢી પ્રેરણા લે અને દેશભક્તિના સંસ્કારથી ભરાય તેવુ પણ આયોજન કર્યું. તેમણે દેશને સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનુ કાર્ય કર્યું.

Next Story
Share it