/connect-gujarat/media/post_banners/43c972ffef927d4fdea637d1e63b499b756ebd5bd151178b3ed24261db370971.jpg)
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી વખત ચોમાસુ સક્રિય થતા ડેમના પાણીની આવકમાં વધારો નોંધાયો છે, ત્યારે ઉકાઈ ડેમના આહલાદક દ્રશ્યો સાથે કુદરતી સૌંદર્ય પુનઃ ખીલી ઉઠ્યું છે.
ઉપરવાસમાં ચોમાસુ ફરી સક્રિય થતાં તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 1,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો, હાલ ડેમની સપાટી 344 ફૂટને પાર થઈ ગઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, ત્યારે હવે ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. જેને મેઇન્ટેન કરવા માટે ડેમના સત્તાધીશો દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉકાઈ ડેમના આહલાદક દ્રશ્યો સાથે કુદરતી સૌંદર્ય પુનઃ ખીલી ઉઠ્યું છે.