કાતિલ પવાનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો, ગિરનાર અને પાવાગઢમાં રોપ વે સેવા બંધ

ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે

કાતિલ પવાનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો, ગિરનાર અને પાવાગઢમાં રોપ વે સેવા બંધ
New Update

ગુજરાતમાં સતત ઠંડા પવન ફૂંકાતા તાપમાનનો પારો પણ ગગડ્યો છે ત્યારે ગુરનાર અને પાવાગઢમાં બે દિવસ રોપ વે સેવા બંધ કરવામાં આવી છે ગુજરાતમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર પણ ઠંડોગાર બન્યો છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે.

સતત વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા પણ આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે. વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ પવનના કારણે રોપ વે કેટલાક સમય સુધી બંધ રખાયો હતો. આ સાથે રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે

#Gujarat #Connect Gujarat #winter season #ગિરનાર #પાવાગઢ #Todays Temprature #Girnar Ropeway #Pawagadh Ropeway #Pawagadh Temple #Girnar ropeway Junagadh #રોપ વે
Here are a few more articles:
Read the Next Article