ઉત્તર પ્રદેશના ઈટાવામાં ચૌબિયા વિસ્તારમાં આગરા-લખનઉ એક્સપ્રેસવેના માઈલસ્ટોન 113ની પાસે શ્રાવસ્તીથી 80 મજૂરોને લઈને ગુજરાત જતી એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી.
એક્સીડન્ટમાં 29 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમને સૈફઈ મેડિકલ યૂનિવર્સિટીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કહેવાય છે કે, ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં આ દુર્ઘટના થઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાં સૈફાઈ સર્કલના સીઓ નાગેન્દ્ર ચૌબએ મય ફોર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય શરુ કરાવ્યું. સીઓ નાગેન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, દુર્ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ થઈ હતી.
દુર્ઘટનાનું કારણ ડ્રાઈવરને ઝોકું આવ્યું હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં એડમિટ કરાવી દીધા છે.