ધારીમાં તંત્રની અસામાજિક તત્વો સામે કાર્યવાહી
પ્રેમપરામાં ગેરકાયદેસર મિલકત પર ચાલ્યું બુલડોઝર
પ્રીહિબીશન અને પાસાના આરોપીનું મકાન તોડી પાડ્યું
સરકારી જગ્યામાં બાંધકામ કરીને કર્યું હતું દબાણ
પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણ પણ કરાયું દૂર
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં પ્રોહિબિશન અને પાસાના આરોપી દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને તંત્ર દ્વારા બુલ્ડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું,જેના કારણે અસામાજિક તત્વો અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પ્રેમપરા વિસ્તારમાં પણ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં માવજી પુના વાઘેલા કે જે પ્રોહિબિશન અને પાસાનો આરોપી છે,તેના દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું,જે મકાનને તંત્ર દ્વારા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેન પરા વિસ્તારમાં ધાર્મિક દબાણ પણ તોડીને દૂર કરવામાં આવ્યું હતું.તંત્રની કાર્યવાહીના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.