Connect Gujarat
ગુજરાત

રાજ્યભરના વાતાવરણમાં આવ્યો પલટો, લોકોને થયો બેવડી ઋતુનો અનુભવ...

ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરનું વાતાવરણ બદલાયું છે.

રાજ્યભરના વાતાવરણમાં આવ્યો પલટો, લોકોને થયો બેવડી ઋતુનો અનુભવ...
X

ગુજરાત રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યભરનું વાતાવરણ બદલાયું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું બન્યું છે. વાતાવરણ બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે વહેલી સવારથી જ ઠંડક, તો બપોર બાદ લોકોને ઉકળાટનો અનુભવ થશે.

રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ ઉપરાંત દાહોદ, ભરૂચ, નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે વતાવરણમાં ઠંડક છે. તો બીજી તરફ પોતાના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે. આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ખેડૂતોના કેરી, ચીકુ અને શાકભાજીના પાકને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં વાદળ ઘેરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. સવારથી જ આકાશમાં વાદળો ઘેરાતાં કમોસમી વરસાદ થાય તેવી સંભાવના વચ્ચે ખેડૂતોના ઘઉં, ચણા, મગ સહિતના અન્ય પાકને નુકશાન જવાની ભીતિ વચ્ચે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

Next Story