/connect-gujarat/media/post_banners/3fa7c9db6d9ef1854ce246720467d284e706e504d37228665fc477952661e8be.webp)
સાબરકાંઠાના જિલ્લાના પ્રાંતિજ તાલુકાનાં સોનાસણ ખાતે આવેલ તળાવમાં વહેલી સવારે લાશ તરતી દેખાતા ગામમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. સમાચારની જાણ થતાં જ લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને થતાં તાત્કાલિક ધટના સ્થળે જ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની ટિમ દ્વારા લાશને પાણી માંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશની ઓળખ થતા મૃતક પાસે આવેલ સોનગઢ ગામનો રણજીતભાઇ કાળાભાઇ દેવી પૂજક ઉ.વર્ષ-૪૨ વર્ષનો હોવાનુ જાણવા મળ્યું હતુ. મૃતક તળાવમાં માછલા પકડવા માટે ગયો હતો અને તળાવના પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મોત નિપજયુ હતુ. પ્રાંતિજ પોલીસ દ્રારા મૃતકને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જઇ પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી. ત્યાર બાદ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.