Connect Gujarat
ગુજરાત

માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અમરેલીના જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો, આખું ગામ હીબકે ચઢ્યું...

માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અમરેલીના જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો, આખું ગામ હીબકે ચઢ્યું...

X

માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા અમરેલીના જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો, આખું ગામ હીબકે ચઢ્યું...અમરેલીના અમરાપુર ગામના વતની મનિષ મહેતા હાલ અમરેલીના હનુમાન રોડ પર રહેતા હતા. શહીદ વીર જવાન મનિષ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. તેઓ ગયા મહિને એટલે કે, 16 ડિસેમ્બરના રોજ પોતાની રજાઓ પતાવીને આસામ પાછા ગયા હતા. પરંતુ જ્યારે જવાનો યુદ્ધાભ્યાસ માટે જલપાઈ ગુડીથી રેલ માર્ગે રાજસ્થાન આવી રહ્યા હતા. આસામ બોર્ડરથી 4 હજાર જેટલા આર્મી જવાનો સાથે શહીદ વીર મનિષ મહેતા રાજસ્થાનના પોખરણ યુદ્ધાભ્યાસ માટે આવી રહ્યા હતા, ત્યારે રેલ્વેમાં તેમના સાધનો પણ લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન મનિષ મહેતા અને તેમના સાથી જવાનો ટેંકમાંથી પાણી લાવવા માટે ગયા હતા, જ્યાં રેલ્વેનો હાઈ વોલ્ટેજ વાયર ટેંકના સંપર્કમાં હોવાના કારણે અકસ્માતે મનિષ મહેતા સહિત 5 જવાનો શહીદ થયા હતા, ત્યારે શહીદ જવાન મનિષ મહેતાના પાર્થિવ દેહને માદરે વતન અમરેલી ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story