Connect Gujarat
ગુજરાત

વેપારીએ કહ્યું ખાડો નથી પુરાયો તો વડોદરાનાં MLA કેયૂર રોકડીયા થયા લાલઘૂમ, સાંભળો શું કહ્યું વેપારીને..?

X

મેયરે વેપારીને પરખાવી દીધું કે પહેલા દબાણ દૂર કરો પછી મને ખાડાનું કહેજો, મને તમારા ધંધા ખબર છે.

શહેરના પાણીગેટ વિસ્તારમાં આજે મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દુકાનદારો દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણ હટાવવાની કામગીરીમાં ગયા હતા. જ્યાં એક વેપારી સાથે તેમને તૂ તૂ મેં મેં થઇ હતી.

વડોદરાના મેયર અને સયાજીગંજ બેઠક પરથી ધારાસભ્ય કેયુર રોકડિયા આજે શહેરના માંડવી-પાણીગેટ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે ગયા હતા. આ દરમિયાન મેયર કેયુર રોકડિયાએ એક વેપારીને કહ્યું હતું કે રસ્તા પર સામાન મુકી દબાણ કર્યું છે તે દૂર કરો નહીં તો કાલથી દુકાન બંધ કરાવી દઇશ. જેથી સામે વેપારીએ પણ જવાબ આપ્યો હતો કે આ રસ્તા પર પડેલો ખાડો એક મહિનાથી નથી પુરાયો.

મેયર થયા લાલઘૂમ

વેપારીનો જવાબ સાંભળીને મેયર કેયુર રોકડિયા લાલઘૂમ થઇ ગયા હતા. મેયરે કહ્યું હતું કે પહેલા દુકાનનો સામાન અંદર સમેટો પછી મને ખાડાની ચિંતા કરાવજો. તમારા ધંધા બધા મને ખબર પડે છે.

મેયરે શરૂઆતમાં બધા વેપારીઓ અપીલ કરી

મેયર કેયુર રોકડિયા શરૂઆતમાં દબાણ દૂર કરવાની અપીલ કરતા માંડવી અને પાણીગેટ વિસ્તારમાં નિકળ્યા હતા. તેમજ વેપારીઓને શાંતિથી કહી રહ્યા હતા કે રસ્તા પર દુકાનનો સામના ન મુકો. પરંતુ જેવું મેયરને એક વેપારીએ ખાડા અંગે કહ્યું કે તેઓ રાતાપીળા થઇ ગયા હતા.

રખડતા ઢોર પકડવાની કામગીરી પણ પૂરજોશમાં

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટકોર અને મુખ્યમંત્રી દ્વારા આદેશ અપાયા બાદ બે દિવસથી શહેરમાં રખડતા ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં બે દિવસમાં 33 ગાય ઢોર ડબ્બે પુરવામાં આવે છે. આ માટે પાલિકાની ટીમો ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે.

Next Story