ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ચાર કરોડ કરતાં પણ વધારે રકમ ફાળવાઇ હોવા છતાં આ ઐતિહાસિક કુંડની જાળવણી ના થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે.કુંડની આસપાસ ધાર્મિક તેમજ પર્યટકો માટે હરવા ફરવાના સ્થળો આવેલા છે.
કુંડની બિલકુલ સામે અતિ પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલું ખોખાનાથ મહાદેવનું મંદિર પણ અતીપ્રાચીન માનવામાં આવે છે જ્યારે કુંડની સામેની તરફ ઈડરિયા ગઢના ડુંગરોમાં બિરાજમાન ચામુંડા માતાજીના સાક્ષાત દર્શન પણ થતા હોય છે ત્યારે દેશ વિદેશમાંથી ઇડરિયા ગઢની મુલાકાતે આવતા પર્યટકો આ ગઢ ટળેટીમાં આવેલા કુંડની મુલાકાત અચૂક પણે લેતા હોય છે.
દિવસેને દિવસે વધતા પ્રવાસીઓના ઘસારાને ધ્યાન રાખી ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કુંડની મરામત માટે 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે ગ્રાન્ટનો ઉપયોગ થયો જો કે કરવામાં આવેલા વિકાસના કાર્યો આજે પણ પાણીમાં ડૂબ્યા હોય તે દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.કુંડ વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક લોકો દિવસ કે રાતના સમય પોતે અને પોતાનો પરિવાર અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે