નવસારીની લાલ માટી પર આજે રમાશે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ

ભારતીયોમાં ક્રિકેટને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે.

નવસારીની લાલ માટી પર આજે રમાશે ભારત ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ
New Update

ભારતીયોમાં ક્રિકેટને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ જે પિચ ઉપર રમાશે, એ પિચ નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામની વિશેષ એવી લાલ માટીથી બની છે. મજબૂત એવી પિચ ઉપર વિકેટ અને બોલિંગ વ્યવસ્થિત થાય અને ક્રિકેટની મજા સાથે ભારત વિશ્વ કપ વિજેતા બને એવી આશા પણ સેવાઈ રહી છે. નવસારીના ગણદેવી તાલુકાના પાથરી ગામના અગ્રણી અશોક ધોરાજીયાની ખેતીની જમીનમાંથી નીકળતી લાલ માટી ક્રિકેટ જગતમાં ઘણી જ પ્રખ્યાત છે. કારણ કે પાથરીની આ લાલ માટી ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી છે અને આ લાલ માટીથી ટેસ્ટ અને વનડે મેચ માટેની પિચ તૈયાર કરવામાં આવી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ એટલે કે ફાઈનલ મેચ રમાવા જઈ જઈ રહી છે. જેને લઇને ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જે મેદાન ઉપર ફાઈનલ મેચ રમાશે, તેની પિચ નવસારીના પાથરી ગામની લાલ માટીથી તૈયાર કરવામાં આવી છે.

આ લાલ માટીની વિશેષતા એ છે કે પિચ મજબૂત બને છે. થોડી ઓવારો બાદ પિચમાં તીરાડો પડવા માંડે છે, પણ આ લાલ માટીથી બનેલી પિચમાં ઓછી તીરાડો પડે છે, જાણકારોનું માનીએ તો લગભગ 90 ઓવર નાંખી શકાય, ત્યાં સુધી લાલ માટીથી બનેલી પિચને વાંધો આવતો નથી. સાથે જ બોલરો અને બેટ્સમેન બંનેને રમવાની મજા આવે એવી સ્થિતિ રહે છે. ખાસ કરીને થોડી ઓવરો બાદ બોલ જે રીતે પિચ પર પડીને ઉછડવો જોઈએ એમાં ઘણીવાર મુશ્કેલી પડે છે, પરંતુ નવસારીના પાથરીની લાલ માટીમાંથી બનેલી પિચ ઉપર આવી મુશ્કેલી જોવાતી નથી. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં ગણદેવીના પથરીની લાલ માટી ખાસ્સી પ્રચલિત થઈ છે. ત્યારે આજે પાથરીની લાલ માટીથી તૈયાર થયેલી પિચ ભારતીય ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ નીવડે એવી આશા સાથે જમીન માલીકે ભારતીય ક્રિકેટરોને શુભેચ્છા પાઠવી છે.

#Gujarat #CGNews #Final Match #Navsari #World Cup #Ind VS Aus #red soil
Here are a few more articles:
Read the Next Article