દાહોદના ઇતિહાસની પ્રથમ આગ..! : સ્પેર પાર્ટની દુકાનમાં આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી...

પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.

New Update
દાહોદના ઇતિહાસની પ્રથમ આગ..! : સ્પેર પાર્ટની દુકાનમાં આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી...

દાહોદમાં ઇતિહાસની પ્રથમ આગ 8 કલાક વીતવા આવ્યા હોવા છતાંય સ્પેર પાર્ટની દુકાનમાં આગ ઉપરથી કાબુ ન મેળવાયો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થયો.

દાહોદમાં આગ લાગવાની ઘટનાથી દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકશાન થવા પામવાની ઘટના સામે આવી છે. દાહોદના ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી ચિરાગ ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં ભભૂકી ઉઠેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કદાચ દુકાન માલીક અને આસપાસના લોકોને પણ અનુમાન નહી હોય કે, આ વિકરાળ બનેલી આગ દુકાનમાં રાખેલા લાખો રૂપિયાના સામાનને ખાક બનાવી દેશે. દુકાનમાં આગ લાગવાની ઘટનાથી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જોકે આગ લાગવાની ઘટનામાં આસપાસના લોકો ભેગા થતા દુકાન માલિકને જાણ કરાઈ હતી, અને સાથે જ પાલિકાના ફાયર ફાઇટરોને પણ જાણ કરાતા સાધન સામગ્રી લઈને દોડી આવેલા ફાયરના જવાનોએ ચાર ચાર અગ્નિશામક દળના સંસાધનોથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિકરાળ બનેલી આગે જોતજોતામાં દુકાનમાં મુકેલા લાખો રૂપિયાના સામાનને બાળીને ભસમી ભૂત કરી નાખ્યો હતો. રાત્રીના 9 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી, અને સવારે 4 વાગ્યાં સુધી પણ આગ કાબુમાં આવી ન હતી, ત્યારે લગભગ 8 કલાક સુધી ફાયરના સંસાધનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગ કાબુમાં ન આવતા તમામના જીવ પડીકે બંધાયા હતા. જોકે, કહી શકાય કે, દાહોદના ઇતિહાસની આ પ્રથમ આગ એવી લાગી કે, 8 કલાક બાદ પણ કાબુમાં ન આવી હતી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.