/connect-gujarat/media/media_files/2025/12/05/government-blood-bank-2025-12-05-14-59-52.jpg)
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે પ્રથમ સરકારી બ્લડ બેંકનો ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના અધ્યક્ષસ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો. અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેન્ક કાર્યરત હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/05/blood-bank-2025-12-05-15-00-18.png)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગુજરાત સરકાર દ્વારા સરકારી બ્લડ બેંકનો શુભારંભ રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/05/blood-bank-2025-12-05-15-00-31.png)
સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે જીલ્લા વહીવટી વડા વિકલ્પ ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાવરકુંડલાના 84 ગામડાઓ સાથે રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, ચલાલા, ગારિયાધાર સહિતના તાલુકા મથકો માટે આશીર્વાદરૂપ બનેલી સાવરકુંડલાની બ્લડ બેન્ક કોઈ માનવીના જીવન મૃત્યુના પ્રસંગે આશીર્વાદરૂપ બનશે અને દરેક ગામડાઓ માટે આ બ્લડ બેન્ક એક આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી થાય તેવા હેતુને સાકાર કરવા અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલા ખાતે શરૂ કરવામાં આવી છે.
આ બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ રક્તદાન થકી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.