કચ્છના રણમાં ગુંજતો શિક્ષણનો કલરવ
જ્યાં રસ્તો નથી, ત્યાં પહોંચી શાળા
મીઠાના રણમાં અક્ષર જ્ઞાનની મીઠાશ
શિક્ષણ હવે રથ પર સવાર
બાળકોનું ભવિષ્ય ઘડતી મોબાઈલ સ્કૂલ
કચ્છના નાના રણમાં અગરિયા મીઠું પકવે છે. મીઠું પકવવાના સમય-ગાળા દરમિયાન અગરિયાઓએ રણમાં જ વસવાટ કરવો પડે છે. આ સંજોગોમાં તેમના બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મોબાઈલ રણશાળા આશીર્વાદરૂપ બની છે.
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ પરિવારો સાથે સ્થળાંતર કરવું પડે છે. આ સ્થિતિમાં તેમના બાળકોનું શિક્ષણ અવરોધાય છે. અગરિયાના બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે રણ વિસ્તારમાં રાજ્ય સરકારના સહયોગથી "મોબાઈલ રણશાળા" ચાલે છે. આ મોબાઈલ રણશાળામાં એલ.ઈ.ડી જેવા આધુનિક સાધનોની મદદથી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. મોબાઈલમાં એલ.ઈ.ડી, પંખા અને લાઈટ માટે સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રણશાળાઓમાં 'ઇન્ટરેક્ટિવ લર્નિંગ' ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે છે. અહીં બાળકોને દરરોજ પૌષ્ટિક ભોજન,ચીકી અને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. જયેશ અને રિંકુ જેવા બાળકો, અગાઉ અધવચ્ચે અભ્યાસ છોડી દેતા, તે આજે આનંદથી ભણી રહ્યા છે.