Connect Gujarat
ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોની થશે હરાજી,મળેલી રકમ દીકરીઓના શિક્ષણમાં વપરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે

CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોની થશે હરાજી,મળેલી રકમ દીકરીઓના શિક્ષણમાં વપરાશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરી ના અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ તોશાખાના ભેટ - સોગાદોની સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓને મળેલી ભેટ - સોગાદોની હરાજી કરવામાં આવશે. હરાજી દ્વારા એકઠા થનાર નાણાં દીકરી ના અભ્યાસ માટે વાપરવામાં આવશે. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધીમાં મળેલી ભેટની હરાજી કરી તેમાંથી જે રકમ એકઠી થશે તે રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4 ના કર્મચારીઓની દીકરી ના અભ્યાસ માટે વાપરવામાં આવશે. મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી.વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલ ભેટ –સોગાદની હરાજી કરવામાં આવતી હતી અને તેનાથી મળતા નાણાંનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરાતો હતો. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story