હવામાન વિભાગે વરસાદને લઇને આ ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ કર્યું જાહેર

સમાચાર, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક  એવા જિલ્લામાં હવે વરસાદ થશે.

New Update
હવામાન વિભાગ

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક  એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી  સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી  મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે.  વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં  પણ સારા વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્તારમાં વિરામ લીધો છે. જો કે આજે હવામાન વિભાગે વરસાદને લઇને ખાસ કરીને ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. ત્રણ જિલ્લામાં ઓરેન્જ, તો 22 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

 

Latest Stories