હવામાન વિભાગે ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં  આજે ભારે વરસાદનું   અનુમાન છે.  ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ

ભારે વરસાદ
New Update

ગુજરાતમાં હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ  28 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે. આજે હવામાન વિભાગે  4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં  આજે ભારે વરસાદનું   અનુમાન છે.  ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે.  ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે.  50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

ભારે વરસાદના કારણે  પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને  દક્ષિણ ગુજરાતમાં જન જીવન ખોરવાયું છે.  વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 4 હજાર 232થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે.  તો પાણીમાં ફસાયેલા 535 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે.  સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરુચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે.

 

#હવામાન વિભાગ #અનરાધાર વરસાદ
Here are a few more articles:
Read the Next Article