રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

rain varsad

રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

New Update

રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ વરસી ચૂક્યો  છે.  સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 6.04, દક્ષિણ ગુજરાતમાં 5.74, મધ્ય ગુજરાતમાં 4.75 ટકા વરસાદ નોંધાયો છે.. તો કચ્છમાં 3.94 ટકા અને ઉત્તર ગુજરાતમાં  1.40 ટકા વરસાદ વરસ્યો છે.

 

જમ્મુ-કશ્મીરથી તામિલનાડુ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. દિલ્લી, રાજસ્થાન, યુપી સહિતના રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

#વરસાદ #હવામાન વિભાગ #મધ્યગુજરાત
Here are a few more articles:
Read the Next Article