Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સીટી સ્થાપવાની માંગ સાથે આંદોલનનો કરાયો પ્રારંભ....

અમરેલીને યુનિવર્સીટી આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને આજથી સહી જુંબેશનો પ્રારંભ કરાયો

X

અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જેમ અમરેલીને યુનિવર્સીટી આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને આજથી સહી જુંબેશનો પ્રારંભ કરાયો હતો. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ.....અમરેલી જિલ્લામાં આઝાદી બાદ દરેક જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી કાર્યરત છે, પણ અમરેલી જિલ્લામાં આજ દિન સુધી સરકારી યુનિવર્સીટી ન હોવાથી NSUI દ્વારા કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવા અને વિદ્યાર્થીઓની બોર્ડમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સિટી સ્થપાઈ તો નવા નવા કોર્સ આવી શકે અને સૌરાષ્ટ્ર વિદ્યાર્થીને ભણવા માટે છેક રાજકોટ સુધી ધક્કા ખાવા ન પડે માટે વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે

અમરેલી આજુબાજુના તમામ જિલ્લા જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ સરકારી યુનિવર્સીટી હોય ત્યારે અમરેલી જિલ્લો કેમ બાકાત રાખવામાં આવ્યો છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સરકારી યુનિવર્સિટી સ્થપાઈ તે માટે અમરેલી જિલ્લાની સાવરકુંડલાની કોલેજોમાં આજથી કેતન ખુમાણની આગેવાનીમાં આંદોલનનો અધ્યાય આરંભ કરાયો છે. આ આંદોલનમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બેનરોમાં સહીઓ કરીને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની લાગણીઓ વ્યક્ત કરાઈ છે.

Next Story