બનાસકાંઠા : ધાનેરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ત્રણ મહિના પહેલા હત્યા કરીને લાશ દાટી દીધી હતી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો.

New Update
  • ધાનેરામાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

  • આડા સંબંધની શંકામાં યુવકની થઇ હતી હત્યા

  • મહિલાના પતિ અને મિત્રએ ઘટનાને આપ્યો અંજામ

  • આરોપીઓએ હત્યા બાદ લાશ દાટી દીધી હતી

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા કરી મૃતદેહ દાટી દેવાયો હતો. દરમિયાન પોલીસે બુધવારે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. આડા સબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જુના ડીસાના યુવકની ત્રણ માસ અગાઉ હત્યા થઈ હતી,થરાદ તાલુકાના ડેલ ગામના વેલા શીવાભાઈ માજીરાણા ત્રણ માસ અગાઉ ગુમ થઇ ગયા હતા.હત્યા બાદ લાશને દાટી દેવામાં આવી હતી.દરમિયાન મૃતકના ભાઈ પ્રવિણ  ભેંસ ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ તેમની બહેન રાધા પાસે ડેલ ગામે ગયા હતા. જ્યાં પુછપરછ દરમિયાન સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે ગળાના ભાગે ટૂંપો આપી વેલાભાઇને મારી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું.અને બીજા દિવસે રાત્રે 8 વાગ્યે ચકી સાથે મળીને જગદીશ નારણાજી ઠાકોર અને શંભુજી કેશાજી ઠાકોરે લાશને ખાડો ખોદી દાટી દીધી હતી.

પ્રવિણ શીવાભાઈ માજીરાણાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ દરમિયાન પાલનપુર એલસીબીની ટીમે હત્યામાં સંડોવાયેલા હીરાજી ઉર્ફ ચકી કેશાજી ઠાકોર અને શંભુજી કેશાજી ઠાકોરને ઝડપી લીધા હતા.પોલીસ તપાસમાં પત્ની સાથે આડા સંબંધની આશંકામાં વેલા માજીરાણાની હત્યા કરીને લાશ દાટી દીધી હતી,જે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.

Latest Stories