Connect Gujarat
ગુજરાત

ભાવનગર મહાનગરપાલિકાની બાકી વેરાની રકમ રૂ. 498 કરોડ પર પહોંચી, બાકી કરદાતાઓમાં ફફડાટ..!

ભાવનગર મહાનગરપાલિકાના કાર્પેટ એરિયા મુજબ વસુલવામાં આવતા ઘરવેરાની રકમ 320 કરોડથી વધી 498 કરોડ પહોંચી છે.

X

ભાવનગર મહાનગરપાલિકાના કાર્પેટ એરિયા મુજબ વસુલવામાં આવતા ઘરવેરાની રકમ 320 કરોડથી વધી 498 કરોડ પહોંચી છે. જોકે, માસ જપ્તી દરમિયાન દોઢ મહિનામાં જ 13 કરોડની રકમની વસુલાત કરતાં બાકી કરદાતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2022- 23 દરમિયાન બાકી વેરાની રકમ 320 કરોડ હતી, જેને વસુલવા માટે મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાયની સૂચના અનુસાર શહેરના 13 વોર્ડમાં માસ જપ્તી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના આયોજનમાં મહાનગરપાલિકાના વિવિધ 22 વિભાગ અને ઘરવેરા વિભાગની 3 એમ 25 ટીમ દ્વારા શહેરના અલગ અલગ 3 ઝોનમાંથી બાકી વેરો વસુલવામાં આવ્યો હતો. જે દરમિયાન 1500 જેટલા કરદાતા પાસેથી 13 કરોડ બાકી વેરો વસુલ્યો હતો, તેમજ 1400 જેટલી મિલકતોને સિલ મારી હતી. માસ જપ્તી ઝુંબેશ દોઢ મહિનો ચાલી હતી. તેમ છતાં મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2023-24માં બકીવેરાની રકમ 320 કરોડ ઇન્ટરસ્ટ સાથે 498 કરોડ પહોંચી છે, ત્યારે આ બાકીવેરામાં કેન્દ્ર સરકારના 2 વિભાગનો પણ સમાવેશ થાય છે. જેમાં સંરક્ષણ મંત્રાલય હસ્તકના જવાહર મેદાનના 55 કરોડ અને વેસ્ટર્ન રેલ્વેના 36 કરોડનો સમાવેશ થાય છે.

Next Story