Connect Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફરી સાદગી દેખાઈ, ખાવડા જંકશન પર ચાની સૂચકી મારતા દેખાયા

CM ભૂપેન્દ્ર પટેલે તેમના કાફલા સાથે ખાવડા જંકશન પર કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી

X

મુખ્યમંત્રીનો કચ્છ મુલાકાત દરમિયાનનો વિડિયો થયો વાયરલ

CM ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર કોમન અંદાજમાં જોવા મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી પૂર્વક રસ્તા પર ચા પીધી

ખાવડા જંકશન પર મુખ્યમંત્રીએ રસ્તા પર ચાની સૂચકી મારી

મુખ્યમંત્રીના કોમન અંદાજથી સૌ કોઇ પ્રભાવિત થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી એક વાર સાદગી ભર્યો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ખાવડા જંકશન પર રસ્તા પર ચાની સૂચકી મારતા દેખાય રહ્યા છે.. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ એક સામાન્ય માણસની જેમ રસ્તા પર ચા ચુસ્કી લઈ રહ્યાં છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે.

આ જ પ્રકારની તેની સાદગી પુનઃ જોવા મળી હતી. મંગળવારે મુખ્યમંત્રી તેમના કાફલા સાથે કચ્છ જિલ્લાની મુલાકાતે હતા તે દરમિયાન ખાવડા જંકશન પર કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ચા પીધી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સ્વભાવથી પ્રભાવિત થયા હતા...

Next Story