-
ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પ્રયાસ
-
રાજ્ય સરકારે શરૂ કરી વિવિધ યોજના
-
પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તોની કરાઈ પહેલ
-
પોષણક્ષમ ભોજનથી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો
-
રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ
ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, દૂધ સંજીવની યોજના અને પીએમ પોષણ યોજના તેના ઉદાહરણ છે.
દરેક બાળકને દરરોજ પોષણયુક્ત ખોરાક મળે તે માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત સરકારના પોષણ અભિયાનને અમલી બનાવતા મીડ-ડે મિલના સંચાલક દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
ઉત્તમ શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર મળે તે માટે રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. તેમાં સુખડી, ચણા, વિવિધ પ્રકારના કઠોળ અને દાળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે. આ યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધી છે.
આ યોજનાના કારણે બાળકોને શાળાએ આવવામાં રુચિ પેદા થઈ રહી છે. સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની હાજરી 100 ટકાએ પહોંચી છે. આ યોજનાઓ હેઠળ ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. મિડ-ડે મીલ કેન્દ્રોમાં ભોજન તૈયાર કરતા પહેલા સાફ-સફાઈ માટે ચકાસણી કરવામાં આવે છે, જેથી બાળકોને સુરક્ષિત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે. આ યોજના મજબૂત ભારતનો આધારસ્તંભ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.