/connect-gujarat/media/media_files/2024/12/09/idYCnhJ80F8MTicwX19N.jpg)
ગુજરાત સરકાર દ્વારા એક સાથે 25 IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં ઘણા સમયથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યુરોમાં તે જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને સોંપવામાં આવ્યો છે.
કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બદલી બહાર કરવામાં આવી છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે, ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બદલી થયેલા બીજા IPS અધિકારીને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે.