રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 58.32 % વરસાદ વરસ્યો,ગત સિઝનની સરખામણીએ 36.62% વધુ

ગુજરાતમાં હાલ વરસાદ સામાન્ય આગાહી કરવામાં આવી છે. પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાનું શરૂ થતાં હવામાનમાં અચાનક પલટો આવ્યો

New Update

ગુજરાતમાં હાલ વરસાદ સામાન્ય આગાહી કરવામાં આવી છે. પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાનું શરૂ થતાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે. વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવાયું છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થશે. 24 કલાક બાદ સાર્વત્રિક ભારે વરસાદના સંકેત પણ આપવામાં આવ્યા છે.

Advertisment

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત મેઘો ધમાકેદાર બેટિંગ કરી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 22 જુલાઈથી ગુજરાતમાં ફરી વરસાદ જામશે. 23 અને 24 જુલાઈએ રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે.20 અને 21 ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરામાં મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36.625 ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.

Advertisment
Latest Stories