Connect Gujarat
ગુજરાત

ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકના નવનિર્મિત બિલ્ડિંગ-સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ...

સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.

X

કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહનાં વરદહસ્તે સુરેન્દ્રનગર ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લિમિટેડના નવનિર્મિત બિલ્ડિંગ અને સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે, ત્યારે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના વરદહસ્તે સુરેન્દ્રનગર ખાતે રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લિમિટેડના નવનિર્મિત બિલ્ડિંગ અને સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા કેન્દ્રિય સહકારીતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસમાં અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે સહકારી સંસ્થાઓની ભૂમિકા સશક્ત કરવા માટે સહકારી સંસ્થાઓને સતત પ્રમોટ કરી છે. સહકારી બેન્કોના પ્રવેશથી આવેલા પરિવર્તન અને તેમના મહત્વ વિશે વાત કરતા કેન્દ્રિય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી બેન્કોમાં સરળતાથી વ્યાજબી વ્યાજદરે લોન ઉપલબ્ધ થતા ખેડૂતોએ બજારમાંથી ઉંચા વ્યાજે લોન લેવી પડતી નથી. સહકાર ક્ષેત્રના વિકાસ માટે અને ખેડૂતોને આર્થિક મોરચે સશક્ત કરવા માટે સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાઓ વિશે તેઓએ વિસ્તૃત વાત કરી હતી. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંક લિમિટેડ બેન્કની પ્રગતિ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં બેન્કની ખાધ 71 કરોડ હતી, જ્યારે આજે બેન્ક વાર્ષિક રૂ. 7 કરોડનો નફો કરતી થઈ છે. આ વિકાસ અને 19 હજાર જેટલા નાના-સીમાંત ખેડૂતોને લોન આપવાની કામગીરી બદલ તેમણે બેન્કને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ મંત્રી જશા બારડ, જી.એસ.સી બેંકના ચેરમેન અજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર, શામજી ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story