રવિવારથી ફરીવાર પડશે કાળઝાળ ગરમી, તાપમાન 44ની આસપાસ થશે

ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી છે.

New Update

ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ છેલ્લા કેટલાક દિવસ ની સરખામણીએ ગામમાં આંશિક રાહત અનુભવાઇ રહી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારથી 6 દિવસ માટે તાપમાનમાં વધારો થશે. જેના કારણે તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

Advertisment W3.CSS

ગુરુવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઇ શકે છે. જેના કારણે તાપમાન 44 ને પાર થાય તેવી સંભાવના છે. ગુરૂવારે રાજકોટમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં પારો 44 ને પાર થયો હોય તેવું 6 વખત બન્યું છે.આગામી 3 દિવસ દરમિયાન રાજકોટમાં તાપમાન પણ વધીને 42 ની આસપાસ નોંધાઇ શકે છે. રાજ્યમાં આ સિવાય અન્યત્ર પારો 41 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં તાપમાન 44ને પાર થયું હોય તેવું 7 વખત બન્યું છે. જેમાં સૌથી વધુ ગરમી 20 મે 2016 ના દિવસે નોંધાઇ હતી. તે દિવસે તાપમાન 48 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.દેશની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો ફરીથી ઊંચે જશે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં વરસાદ પડ્યો હતો.ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો. આંધી સાથે વરસાદ થયો હતો અને વીજળી પણ પડી હતી. વીજળી પડવાના બે બનાવોમાં બે લોકોના મોત થયા હતા. આંધી ના કારણે પાવર કટ થયો હતો. કેટલા વીજ થાંભલા પડી ગયા હતા. 

Latest Stories