Connect Gujarat
ગુજરાત

ગુજરાત પર જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં બચ્યુ છે માત્ર આટલું જ પાણી!

રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે.

X

રાજ્ય પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે અને જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે.

ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર રાજ્યોના વિવિધ ડેમોના જળસંગ્રહ પર થઇ રહી છે. જેના પરિણામે ગુજરાતમાં જળસંક્ટના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47 ટકા જેટલું પાણી છે. પરંતુ જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે તેમણે ચોક્કસપણે ચિંતામાં વધારો કર્યો છે. કેમકે ગત 23 માર્ચના રોજ ડેમોમાં પાણીનો જથ્થો કુલ 58 ટકા હતો. મતલબ કે છેલ્લા 30 દિવસમાં જ રાજ્યના જળસંગ્રહમાં 11 ટકાનો ઘટાડો થયો છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણી છે. રાજ્યના 67 જળાશયો એવા છે કે જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. 25 ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે. એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. 15 ડેમો તો સાવ તળિયાઝાટક છે. રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને ઓછામાં ઓછા બે મહિના બાકી છે. વળી જળાશયોમાં નવા નીર તો સામાન્ય સંજોગોમાં જૂલાઈ માસમાં જ આવતા હોય છે. જેના કારણે ગુજરાતમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.

Next Story