શિક્ષણ જગત થયું ફરી "શર્મસાર" : જુનાગઢમાં 17 વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષકે અડપલા કરતાં હડકંપ...

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.

New Update
શિક્ષણ જગત થયું ફરી "શર્મસાર" : જુનાગઢમાં 17 વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષકે અડપલા કરતાં હડકંપ...

શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.અમરાપુરની સરકારી પ્રાથમિક શાળામાં લંપટ શિક્ષક દ્વારા 17 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરાતો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાંથી શિક્ષણ જગતને શર્મસાર અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામની પે. સેન્ટર શાળાના લંપટ ગિરીશ લાડણી નામના શિક્ષકે ધોરણ 3થી 8ની બાળાઓને પોતાની માનસિક વિકૃતિ સંતોષવા માટે શારીરિક અડપલાઓ કરતા હોવાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દ્વારા શાળામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ લંપટ માનસિક વિકૃત શિક્ષક ગિરીશ લાડાણી સામે અડપલા કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, વાલીઓનો રોષ જોઈને લપટ શિક્ષક ગિરીશ લાખણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને સમગ્ર ઘટના અંગે અમરાપુર પે. સેન્ટરના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી.The world of education has become "shameful" again: In Junagadh, a lustful teacher with 17 female students was shocked...

તો બીજી તરફ, આ મામલે શાળાની 17 જેટલી વિદ્યાર્થીઓને લઈને અમરાપુર ગામના સરપંચ અને આગેવાનો પોલીસ મથકે પહોચ્યા હતા, જ્યાં લંપટ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે માળિયાહાટીના પોલીસ મથકે રજૂઆત કરી હતી. જોકે, ફરિયાદ નોંધવા માટે ખુદ ડીવાયએસપી પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories