પંચમહાલ પતંગની દોરીથી ગળા કપાવાની 3 અલગ અલગ ઘટના બની

New Update
પંચમહાલ પતંગની દોરીથી ગળા કપાવાની 3 અલગ અલગ ઘટના બની

પંચમહાલ પતંગની દોરીથી ગળા કપાવાની 3 અલગ અલગ ઘટના બની,પતંગ દોરોઓ આવી જતાં વધુ બે બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે. બાઇક ચાલકો પોતાના જીવ બચાવવા જતાં માર્ગ ઉપર ફટકાયા હતા. જેમાં એક યુવક મોરવા હડફ તાલુકાના મોજરી ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ગળામાં પતંગની દોરી આવી જતા જ તેને સ્વ બચાવ માટે દોરો પકડવા જતા સ્ટીયરીંગનો કાબુ ગુમાવ્યો હતો અને માર્ગ ઉપર પટકાતા પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

આ ઉપરાંત દેવગઢબારિયાના મોટીઝરી પાસે બાઈક લઈને માર્ગ ઉપર થી પસાર થતા યુવકના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતા તે પણ માર્ગ પર પટકાયો હતો. જેથી ઇજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.જયારે વધુ એક વ્યક્તિ શહેરાના રેણા પાસે ચાઈનીઝ પતંગ દોરીથી યુવકનું ગળું કપાયુ હતૂ.યુવક પોતાના ઘરે થી બાઇક લઈને પેટ્રોલ પુરાવવા જતો હતો. ત્યારે રસ્તામાં ગળાના ભાગે દોરી આવી યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.

ગળામાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી ઓક્સિજન સાથે 108 મારફતે જ યુવકને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો..

Latest Stories