Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે થશે "ગઠબંધન", નજીકના દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત..!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.

ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે થશે ગઠબંધન, નજીકના દિવસોમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત..!
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ ચૂકી છે.જોકે, હજુ કેટલી બેઠક NCPને આપવી તે અંગે ચર્ચા ચાલી રહી છે. પરંતુ 2 દિવસમાં તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બન્ને પક્ષોએ ચૂંટણી ગઠબંધનથી જ લડી હતી.

ભાજપને ટક્કર આપવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થશે. જેમાં અમદાવાદ, આણંદ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં એક એક અને સૌરાષ્ટ્રમાં 2થી 3 સીટો પર NCP પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જે સીટ પર NCPના ઉમેદવાર ઉભા રહેશે, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખવામાં નહીં આવે. બન્ને પક્ષ વચ્ચે ચૂંટણીને લઈને બેઠક થઈ હતી. પરંતુ હજુ એક વાર ફરીથી ચર્ચા થશે અને ટિકિટ ફાઇનલ કરવામાં આવશે. કુબેરનગર વોર્ડ NCPના કોર્પોરેટર અને નેતા નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થશે. જોકે, NCP દ્વારા 12થી 15 બેઠકો પર ગુજરાતમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા થઈ છે, ત્યારે આગામી 2 દિવસમાં ગઠબંધન અને કેટલી સીટ પર NCP ચૂંટણી લડશે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

Next Story