/connect-gujarat/media/media_files/2025/04/25/DPweuxuoXe8cm5v0ryCo.jpg)
28 એપ્રિલ બાદ 2 થી 3 ડીગ્રી તાપમાન વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
દક્ષિણ પશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે અને મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રીની આસપાસ રહી શકે છે સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ-ભેજવાળા પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકિનારે ગરમ પવનની શક્યતા રહેલી છે, બે દિવસ તાપમાન એક થી બે ડિગ્રી વધતા વધુ ગરમી સહન કરવી પડશે સાથે સાથે ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા વધશે ગરમી તો રાજ્યમાં 10થી વધુ વિસ્તારમાં ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે,ગઈકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી નોંધાયું છે.
સ્કાયમેટના મતે, ઉત્તરીય પર્વતો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યુ છે. આજે છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલથી હવામાન સ્વચ્છ થયા પછી, 26 થી 28 એપ્રિલ દરમિયાન ફક્ત હળવી હવામાન પ્રણાલીઓની અપેક્ષા છે. હાલમાં દિલ્હીમાં કોઈ પણ પૂર્વ-ચોમાસાની ગતિવિધિની શક્યતા નથી. 25થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીની આસપાસ શુષ્ક વાતાવરણ સર્જાવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.