Connect Gujarat
ગુજરાત

ગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર,આરોગ્ય વિભાગે 11 હજાર લોકોનો કર્યો સર્વે

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે.

ગુજરાતનો આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર,આરોગ્ય વિભાગે 11 હજાર લોકોનો કર્યો સર્વે
X

ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકાર મચ્યો છે. કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે કલોલના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિ.મીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

કલેક્ટરે જાહેરાનામું બહાર પાડી જણાવ્યું છે કે, ધી એપીડેમીક ડીસીઝ એક્ટ-1897ની કલમ-2 અન્વયે કોલેરા રેગ્યુલેશન હેઠળ ત્રિકમનગર, મજુર હાઉસિંગ સોસાયટીનાં આજુબાજુના 2 કિમીના વિસ્તારમાં ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરાય છે. કલોલમાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 2485 જેટલા ઘરોમાં 11 હજારથી વધુ નાગરિકોનો સર્વે કરાયો હતો. આરોગ્ય વિભાગની 42 ટીમો કોલેરાના કેસ નોંધાતા એલર્ટ જોવા મળી રહી છે

Next Story