/connect-gujarat/media/post_banners/42cd96588992ed40d54fa790e8990ba66121b83f2f0642181a3e8f6a8095bde1.jpg)
ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માળખાના વિકાસ માટે રૂ. 43,651 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે રૂ. 3,109 કરોડ અને 400 જ્ઞાન સેતુ શાળાઓ માટે રૂ. 64 કરોડનો સમાવેશ થાય છે. એટલું જ નહિં, સરકારે RTE યોજના હેઠળ 20,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી વાઉચર સ્કીમ અંતર્ગત રૂ. 50 કરોડની ફાળવણી કરી છે. આ અંગે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે "આપણા વડાપ્રધાનનું વિઝન છે કે શાળા શિક્ષણ પ્રણાલીમાં ઓનલાઈન અને રિયલ ટાઈમ મોનીટરીંગ હોવું જોઈએ. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગુજરાત દેશનું પ્રથમ એવું કેન્દ્ર છે જ્યાં ઓનલાઈન અને રીયલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવે છે.
ગુજરાતનું અનોખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર 54,000 શાળાઓ, 4 લાખ શિક્ષકો અને 1.15 કરોડ વિદ્યાર્થીઓને આવરી લે છે. આ કેન્દ્રએ ગુજરાતની શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. વર્ષ 2019માં આરંભ કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં 50 શિક્ષકો દ્વારા વાર્ષિક 500 કરોડ ડેટા સેટનું વિશ્લેષણ કરવામાં આવે છે. AI અને મશીન લર્નિંગની મદદથી ઓનલાઈન એટેડન્સથી માંડીને એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્રના સેક્રેટરી મહેશ મહેતાએ જણાવ્યું હતું કે "વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર ભારતમાં એક અનોખું કેન્દ્ર છે. તે સમગ્ર ભારતના શિક્ષણ ક્ષેત્રે એક રત્ન સમાન છે. તમે અહીંથી વર્ગખંડનું વાસ્તવિક અવલોકન જોઈ શકો છો...