સાબરકાંઠા : ગલોડિયા ગામમાં વનીકરણને પ્રોત્સાહન આપતા નિલગિરીના હજારો વૃક્ષો, ગ્રામ પંચાયતે મેળવી અલાયદા આવક...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગલોડિયા ગામ વન સંવર્ધન થકી આર્થિક સહયોગ મેળવવાની બાબતમાં અન્ય ગામો માટે એક ઉદાહરણ સમાન સાબિત થયું..

New Update
  • ખેડબ્રહ્માનું ગલોડિયા ગામ બન્યું એક ઉત્તમ ઉદાહરણ

  • ગલોડિયાએ વન સંવર્ધનથી આર્થિક સહયોગ મેળવ્યો

  • ગોચરની જમીન પર નિલગિરીના હજારો વૃક્ષો વાવ્યા

  • પંચાયત અને વન વિભાગ માટે બન્યો આવકનો સ્ત્રોત

  • 75 ટકા આવક પંચાયત25 ટકા વનવિભાગને મળી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું ગલોડિયા ગામ વન સંવર્ધન થકી આર્થિક સહયોગ મેળવવાની બાબતમાં અન્ય ગામો માટે એક ઉદાહરણ સમાન સાબિત થયું છે. જુઓ કનેક્ટ ગુજરાતના વિશેષ અહેવાલમાં...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની ગલોડિયા ગ્રામ પંચાયતે રાજ્યના વનવિભાગના સહયોગથી ગામની ગોચર જમીન પર નિલગિરીના હજારો વૃક્ષો વાવ્યા છે. આ નીલગિરીના વૃક્ષો વનીકરણને પ્રોત્સાહન તો આપી જ રહ્યા છે. સાથે સાથે તે પંચાયત અને વન વિભાગ માટે આવકનો સ્ત્રોત પણ બન્યા છે. ગામના સરપંચના મતેઆમાંથી જે પણ આવક થાય છેતેમાંથી 75 ટકા પંચાયત પાસે રાખી 25 ટકા વન વિભાગને આપવામાં આવે છે.

ગલોડિયા ગામની ગોચર જમીન પર નિલગિરીના વૃક્ષોમાંથી મળતા મૂલ્યવાન લાકડાથી ફર્નિચર બનાવવામાં આવે છે. આમએક એકર જમીન પરથી અંદાજે 3થી 5 લાખ રૂપિયાની આવક મેળવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કેગલોડિયા ગ્રામ પંચાયતની આ પહેલ ગોચર જમીનના સદઉપયોગથી ગ્રીન ગ્રોથ માટે ભવિષ્યમાં મોડલ બની શકે છે.

Latest Stories