હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા

New Update
Meteorological Department

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જે મુજબ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ડાંગ, પોરબંદર, દાહોદ, કચ્છ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. 

 

 

Latest Stories