પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામીમાંથી મુક્ત થયેલ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 72મો મુક્તિ દિવસ...

પોર્ટુગીઝો શાસકોની કારમી ગુલામીમાંથી આજના દિવસે નાનકડો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી મુક્ત થયો હતો. આથી 72માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી..

New Update
Dadranagar Haveli
  • પોર્ટુગીઝ શાસકોની કારમી ગુલામીમાંથી મળી હતી મુક્તિ

  • રાજ્યના પડોશમાં આવેલ સંઘપ્રદેશનો આજે મુક્તિ દિવસ

  • સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 72મો મુક્તિ દિવસ

  • સેલવાસ કલેક્ટર કચેરીએ યોજાયો પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ

  • પ્રદેશના સ્વાતંત્ર સેનાનીઓના યોગદાનની યાદ તાજા થઈ 

રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના આજરોજ 72માં મુક્તિ દિવસ નિમિત્તે સેલવાસ કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ કક્ષાના કાર્યક્રમ થકી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પોર્ટુગીઝો શાસકોની કારમી ગુલામીમાંથી આજના દિવસે નાનકડો સંઘપ્રદેશ દાદરાનગર હવેલી મુક્ત થયો હતો. આથી 72માં મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતોજ્યાં પ્રદેશના કલેક્ટર પ્રિયાંક કિશોરએ તિરંગો ફરકાવી સલામી આપી હતી.

આ પ્રસંગે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ સહિત સ્વાતંત્ર સેનાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોર્ટુગીઝોની કારમી ગુલામીમાંથી પ્રદેશને મુક્ત કરવા પ્રદેશના અનેક સ્વાતંત્ર સેનાનીઓએ પોતાનું યોગદાન આપ્યું હતુંત્યારે આજે મુક્તિ દિવસે કલેક્ટરે પોતાના સંબોધનમાં સ્વાતંત્ર સેનાનીઓના યોગદાનને યાદ કર્યુ હતું.

આ સાથે જ પ્રદેશના ઐતિહાસિક વારસા અને આઝાદીની ચળવળ અંગે લોકોને માહિતગાર કર્યા હતા..કલેકટરએ પ્રદેશવાસીઓને કરેલા સંબોધનમાં પ્રદેશના ભવ્ય ભૂતકાળ અને ભવિષ્યમાં પ્રદેશના વિકાસમાં થનાર અનેક આયોજનો અંગે લોકોને જણાવ્યુ હતું.

Latest Stories