New Update
/connect-gujarat/media/media_files/2025/03/08/wkUOUjPgbg0VDl6o2Bxt.jpg)
આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના મિશનના ભાગરૂપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે દિવસીય ગુજરાત પ્રવાસના આયોજન મુજબ આજરોજ (8 માર્ચ, 2025) સવારે 10 વાગ્યે રાજપથ ક્લબની પાસે આવેલા ZA હોલ ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસનાં 2 હજાર કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
આજરોજ સમગ્ર રાજ્યના 2 હજાર કોંગ્રેસનાં કાર્યકરો માટે સંવાદ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્ય સરકારની નિષ્ફળતાઓ લઈને રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની પણ હાજરી રહેશે. ઉપરાંત, સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો પણ સંવાદમાં હાજરી આપશે. બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે.
Latest Stories