Connect Gujarat
ગુજરાત

આવતીકાલે રાજ્યની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ, શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં વાપસી..!

ગુજરાતની રાજનીતિના સમીકરણો બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.

આવતીકાલે રાજ્યની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ, શંકરસિંહ વાઘેલા કરી શકે છે કોંગ્રેસમાં વાપસી..!
X

ગુજરાતની રાજનીતિના સમીકરણો બદલાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શંકરસિંહ બાપુ આવતીકાલે એટલે કે, તા. 12 ઓક્ટોબરના રોજ કોંગ્રેસમાં જોડાશે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા તા. 28 ઓક્ટોબર કોંગ્રેસમાં વાપસી કરી હતી.

થોડા સમયથી શંકરસિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે, તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે, મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પર હાઈકમાન્ડ પણ માની ગયું છે. દિલ્હી હાઇકમાન્ડથી નિર્ણય લેવાયો હોય તેવું કહેવાય છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરસિંહ વાઘેલા સાડા પાંચ વર્ષ બાદ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. તેઓ 12 નવેમ્બરે કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2017ના રોજ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. તેના સાડા પાંચ વર્ષ બાદ ફરીથી બાપુ કોંગ્રેસમાં જોડાશે. જો શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાય તો ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પુરાય તેવી શક્યતા છે. જોકે, શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રીને લઈને હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Next Story