Connect Gujarat
ગુજરાત

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે,બોર્ડની વેબસાઇટ પર સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે

X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે, વોટ્સએપ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. ગત વર્ષે 2022માં ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. આ વર્ષે કોરોના બેચનું પરિણામ ઘટશે કે વધશે તેના પર સૌ કોઈની મીટ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. અગાઉ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. ત્યારબાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને હવે આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અગાઉના પરિણામની જેમ જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ તથા વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકશે.

Next Story