Connect Gujarat
ગુજરાત

ડાંગની ગ્રામ્ય યુવતીઓને આત્મનિર્ભર બનાવતા તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન કરાયું...

ડાંગની ગ્રામ્ય યુવતીઓને આત્મનિર્ભર બનાવતા તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન કરાયું...
X

ગ્રામ્ય યુવતીઓને આત્મનિર્ભર બનાવી તેમને ઘરઆંગણે જ સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરી શકાય તે માટે ડાંગ જિલ્લામાં વિવિધ તાલીમ વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી દ્વારા ડાંગ જિલ્લામાં ચાલતી સેવા પ્રવૃત્તિઓના ભાગરૂપે તાજેતરમાં આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે નવા શિવણ તાલીમ વર્ગનો શુભારંભ બ્રહ્મકુમારી ઇના દીદીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સાથે સંસ્થા દ્વારા સંચાલિત નિઃશુલ્ક નવા શિવણ વર્ગો, બ્યુટી પાર્લર વર્ગ, અને કોમ્પ્યુટર તાલીમ વર્ગનું પણ જુદા જુદા મહાનુભાવો દ્વારા જુદા જુદા સ્થળોએ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં શામગહાન, પિપલદહાડ, અને સુબીર ખાતેના તાલીમ વર્ગોનો સમાવેશ થાય છે.

Next Story