ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદથી IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. પહેલા વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી.

New Update
ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારેસન મૂકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મુકવામા આવ્યા છે. રાહુલ ગુપ્તાને જીઆઇડીસીના વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. ત્યારે ડી.એસ ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગ આહવાના કરલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જી.ટી પંડ્યાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બી.આર દવેની તાપી વ્યારાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બી.કે પંડ્યાની મહિસાગર-લુણાવાડાના કેલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રવીણા ડિ.કે. ગાંધીનગરના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Advertisment

જાણો કોને ક્યાં મુકાયા:-






Advertisment


Advertisment