કિન્નરોની ગાદીના ગુરૂની ગાદી બાબતે વિવાદ
સોનપુર રોડ પર સર્જાય પથ્થરમારાની ઘટના
વાહનોને પણ નુકશાન, ઘટના CCTVમાં કેદ થઈ
23 કિન્નરોની અટકાયત કરી પોલીસ મથકે લવાયા
સ્પેશ્યલ તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી
સુરેન્દ્રનગરના સોનપુર રોડ પર કિન્નરોના જૂથે પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાય હતી. કિન્નરોની ગાદીના ગુરૂની ગાદી બાબતે થયેલા વિવાદમાં પોલીસે 23 કિન્નરોની અટકાયત કરી હતી.
સુરેન્દ્રનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરના સોનપુર રોડ પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. કિન્નરોની ગાદીના ગુરૂની ગાદી બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી. પથ્થરમારા દરમિયાન વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત CCTV કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર LCB, SOG સહિત શહેર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોચ્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 23 કિન્નરોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના જિલ્લાઓના કિન્નરો 25થી વધુ ગાડીઓ લઈ પથ્થરમારો કરવા પહોંચ્યા હોવાનો આક્ષેપ ભીઓગ બનનારે આક્ષેપ કર્યો છે, ત્યારે સમગ્ર ઘટનાએ સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.