New Update
/connect-gujarat/media/post_banners/d222e5167787281ed6b2e319a4c894f0986b48064b954f558f39ba1ae25ca14d.webp)
માઉન્ટ આબુ જતાં પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં હાઇવે પર પાણી ભરાયા છે. ત્યારે પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી છે. તેમાં પાલનપુર-આબુ હાઇવે પર પાણી ભરાયા છે.
પાલનપુર-આબુ હાઇવે રોડ પર પાણી ભરાયા છે. જેમાં સામાની વરસદમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા છે. તેથી હાઇવે ઓથોરિટીની પ્રિ-મોનસૂન પોલ ખૂલી છે. વરસાદ વરસ્યાને કલાકો વિત્યા છતાં પણ હાઇવે પરથી પાણી ઓસર્યા નથી. આબુથી અમદાવાદ અને અમદાવાદથી આબુ જતાં વાહન ચાલકો હાઇવે પર ભરાયેલા પાણીના કારણે ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
Latest Stories